About Gametha Hanuman

ગામેઠા ગામ માં આવેલું ગૌરવવંતુ તીર્થસ્થાન – મારુતીદેવ નું મંદિર

આજથી આસરે ૩૦૦ વર્ષ પહેલા વડોદરા ના શ્રીમાન ગાયકવાડ પીલાજીરાવે પાદરા તાલુકા ની ગામેઠા ગામની અર્પણવિધિ યુવરાજ બળવંતરાવ ગાયકવાડને ઇનામરૂપે કરેલી. યુવરાજ બળવંતરાવે ગામ ની પ્રજા ની ધાર્મિક ભાવના જોઈ ગામ ની પાધરે ધર્મશાળા સહીત મહાદેવ તથા મારુતિ દેવ નું મંદિર બંધાવ્યું અને મારુતીદેવ ની મૂર્તિ માટે શિલ્પકારો નો સંપર્ક સાધ્યો. પરંતુ તેજ રાત્રે યુવરાજ ને મારુતિ દેવે સ્વપ્ન આપી જણાવ્યું હતું કે,”કહાનવા ગામે આવ્યો છું અને મારી ઈચ્છા ગામેઠા ગામે આવવાની છે” સવારે આ અંગે ની તપાસ કરાવતા બળવંતરાવે હકીકત ની સચાઈ પુરવાર થતા ભારે ધૂમધામ થી તે મૂર્તિ ગામેઠા ગામે લાવી અને મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ટા કરાવી હતી. આ મહાદેવ તથા મારુતીદેવ ના મંદિરો ની દેખભાળ ગોસ્વામી કુટુંબ ને સોપી હતી. આજે પણ આજ ગોસ્વામી કુટુંબ ના વંશવરસો મારુતીદેવ ની પૂજાવિધિ કરી રહ્યા છે. મારુતિદેવ ની આ મંદિર ની આસપાસ અનેક કીવાદ્ન્તીઓ વણાઈ ચુકી છે.અગવ આ મૂર્તિ કહાનવાના તળાવ પર પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.પરંતુ બાજુ માં સ્મશાન આવેલું હોવાથી પવનપુત્ર ને તે પસંદ પડ્યું ન હતું. ફૂલસ્વરૂપે તે સમયના ગામના મુખીને સ્વપ્નમાં મારીતીદેવે ૩ વખત ફરિયાદ કરી હતી કે મને સ્મશાન થી દુર લઇ જાવ. પરંતુ મુખિયા આ હકીકત લક્ષમાં લીધેલ નહિ. પરિણામે મારુતીદેવ ની સ્વયંઈચ્છાથી મંદિરમાંથી નીકળી ને કહાનવા તથા ગામેઠા ગામના રસ્તા ની મધ્યમાં સ્થિરથયા હતા.આજે પણ તેમના વીરામસ્થાને ગ્રામજનો ભક્તિભાવથી પ્રભુ અર્ચના કરે છે. ત્યારબાદ કહાનવાના ગ્રામજનોએ મારુતીદેવ ની પુષ્કળ આજીજી તથા કાલાવાલા કરી કહાનવા પાછા ફરવા જણાવ્યું હતું. તે સમયે માંરુતીદેવે એક નાના બાળકના શરીર માં પ્રવેશ કરી ને ગ્રામજનો ને જણાવ્યું હતું કે,” મે આગળ ધપવા પ્રયાણ કર્યું છે તેથી પાછો આવીશ નહિ, પરંતુ તમારી સર્વ ની ઉપર મારી હંમેશમાટે કૃપાદ્રષ્ટિ રહેશે” ભાવિક ભક્તો ના આગ્રહ વશ થઇ કહાનવા ગામ પર પોતાની અમીદ્રષ્ટિ રાખવાના આશય થી માંરુતીદેવે ઉતરાભિમુખ (ઉતર દિશા તરફ) જ પોતાનું મુખ રાખ્યું છે.

લોક મુખે ચર્ચાય છે અ મુંજબ સમગ્ર ગામ માં ઉતરાભિમુખ મારુતીદેવ ની આ સમગ્ર ગુજરાત માં એકમાત્ર પ્રતિમા છે શ્રાવણ માસના છેલ્લા શનિવારે અહી ભવ્ય મેળા નું આયોજન કરાય છે. તે દિવસે મોટી સંખ્યામાં ભાવિકોનો માનવ મહેરામણ અહી ઉમટે છે. આમ ગામેઠાના મારુતિદેવ ની મૂર્તિ અલોંકિક તથા ચમત્કારી છે અને શ્રધાળુઓ ના અનેક કામો કરનારી હોવાનું ચર્ચાય છે